નવેમ્બર 7, 2025 7:17 પી એમ(PM)

printer

આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનશેરિયાએ કહ્યું, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં કોઈ પણ હૉસ્પિટલની ગેરરીતિ ચલાવી નહીં લેવાય.

રાજ્ય સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – PMJAY-માં ગેરરીતિ કરતી હૉસ્પિટલ્સ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. PMJAY-ની માર્ગદર્શિકાનું પાલન ન કરનારી પંચમહાલ અને ભરૂચની ખાનગી હૉસ્પિટલને સસ્પેન્ડ એટલે કે, ફરજમોકૂફ કરવામાં આવી છે. જ્યારે પંચમહાલ અને દાહોદની ખાનગી હૉસ્પિટલને કારણદર્શક નૉટિસ અપાઈ છે. આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનશેરિયાએ કહ્યું, PMJAY-માં કોઈ પ્રકારની ગેરરીતિ કે માનવતા વિરોધી બેદરકારી ચલાવી લેવાશે નહીં.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.