ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જાન્યુઆરી 28, 2025 7:41 પી એમ(PM) | આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

printer

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું, “વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાની જવાબદારી યુવાનોની છે”

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, “વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં સ્વર્ણિમ યુગના સ્વપ્નને સાકાર કરવાનું સૌભાગ્ય અને જવાબદારી આજના યુવાનોની છે.” તેમણે ઉમેર્યું, “ભૂતકાળમાં ફિલ્મોમાં જોયેલી A.I.અને રૉબોટિક્સની વાત આજે હકીકત બનવા જઈ રહી છે. અમદાવાદની ગુજરાત ટેક્નોલૉજિકલ યુનિવર્સિટી-GTUના 14મા વાર્ષિક પદવીદાન સમારોહમાં સંબોધતા શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને જ્ઞાનનો યોગ્ય ઉપયોગ કરવા સલાહ આપી હતી.(બાઈટઃ ઋષિકેશ પટેલ, આરોગ્ય મંત્રી) આ સમારોહમાં ઇન્ડિયન નેશનલ એકેડમી ઑફ એન્જિનિયરિંગના પ્રમુખ અને ઇન્ડિયન સ્પેસ એસોસિએશનના અધ્યક્ષ જયંત પાટિલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે 38 હજાર 928 વિદ્યાર્થીઓને પદવી, 70 વિદ્યાર્થીઓને Ph.D અને 146 વિદ્યાર્થીઓને ચંદ્રક એનાયત કરાયા હતા.