ઓક્ટોબર 8, 2024 10:45 એ એમ (AM) | આરોગ્ય મંત્રી

printer

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની આગેવાનીમાં ૧૧ ઓક્ટોબરે રાજ્યમાં “આયુષ્યમાન આરોગ્ય શિબીર”નું આયોજન કરવામાં આવશે

રાજ્યમાં ચાલી રહેલા ‘વિકાસ સપ્તાહ’નાં ભાગરૂપે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની આગેવાનીમાં ૧૧ ઓક્ટોબરે રાજ્યમાં પેટા આરોગ્ય કેન્દ્ર- આયુષ્યમાન આરોગ્ય મંદિર, તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે “આયુષ્યમાન આરોગ્ય શિબીર”નું આયોજન કરવામાં આવશે.
એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, આયુષ્માન આરોગ્ય શિબીરમાં જિલ્લાના કોઈ પણ એક સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નાગરિકોને સ્ત્રીરોગ ચિકિત્સક, બાળરોગ નિષ્ણાત, સર્જન, એનેસ્થેટીસ્ટ, આંખના નિષ્ણાત, ENT નિષ્ણાત, ત્વચા રોગ ચિકિત્સક, મનોચિકિત્સક, ડેન્ટલ સર્જન વગેરેની સેવા પૂરી પાડવામાં આવશે.
આ ઉપરાંત, ઓપરેશન મોતિયાનું ઓપરેશન પણ કરવામાં આવશે. પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ જારી કરવામાં આવશે. આ શિબિરમાં ટીબી અને સિકલ સેલની તપાસ પણ કરવામાં આવશે. શિબિરમાં આયુષ સેવાઓ, IEC, BCC અને કાઉન્સેલિંગ સેવાઓ, સિકલ સેલ સ્ક્રીનિંગ અને સિકલ સેલ કાર્ડનું વિતરણ પણ કરવામાં આવશે.
શિબિર દરમિયાન યોગ, ધ્યાન વ્યક્તિગત માસિક સ્વચ્છતા, પોષણની માહિતી પૂરી પાડવામાં આવશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.