જૂન 26, 2025 3:49 પી એમ(PM)

printer

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતેથી TD અને DPT-ત્રિગુણી રસીકરણ અભિયાનનો આજે રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતેથી TD અને DPT-ત્રિગુણી રસીકરણ અભિયાનનો આજે રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. તેમણે જણાવ્યું કે આ અભિયાન અંતર્ગત રાજ્યની 992 RBSK ટીમ દ્વારા 47 હજાર 439 શાળાના અંદાજે 18 લાખ 20 હજાર 104 બાળકોનું રસીકરણ કરાશે.

આ રસીકરણના રાજ્યવ્યાપી અભિયાનમાં જુન-જૂલાઈ મહિના દરમિયાન તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં ધોરણ 5 અને 10ના તમામ બાળકોને ટી.ડી. ધનૂર અને ડિપ્થેરિયાની રસી અપાશે. તેમજ બાળવાટિકાઓમાં 5 વર્ષ પૂર્ણ થયેલ તમામ બાળકોનું ડીપીટી બૂસ્ટરનાં બીજા ડોઝથી રસીકરણથી ત્રણ રોગો સામે રક્ષણ અપાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.