એપ્રિલ 5, 2025 10:00 એ એમ (AM)

printer

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગરમાં હડતાળ કરી રહેલા આરોગ્ય કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગઈકાલે ગાંધીનગરમાં હડતાળ કરી રહેલા આરોગ્ય કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી. આરોગ્ય કર્મચારીઓના આગેવાન રણજિતસિંહ મોરીએ પત્રકારો સાથેની વાતચીતમાં આ બેઠક હકારાત્મક રહી હોવાનું જણાવ્યું હતું. બેઠકમાં ગ્રેડ પૅ અને ખાતાકીય પરીક્ષા અંગે ચર્ચા થઈ. હવે આરોગ્ય વિભાગ સાથે આગામી સમયમાં બીજી બેઠક યોજાશે