ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 1, 2024 7:46 પી એમ(PM)

printer

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે 108 સેવાની 100 નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે 108 સેવાની 100 નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું હતું. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના વડા એચ. જી. કોશિયા એ પણ ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સની 10 ગાડીનું અને 38 આઈસીયુ ઓન વ્હીલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું.. નવીન એમ્બ્યુલન્સ શરૂ કરવાથી જૂની 100 એમ્બ્યુલન્સને બંધ કરવામાં આવશે. જૂની 100 ગાડી પૈકી, સારી સ્થિતિ ધરાવતી ગાડીઓને ખિલખિલાટમાં મુકવામાં આવશે

આ પ્રસંગે આરોગ્ય વિભાગના વડા ધનંજય દ્વિવેદી, કમિશનર હર્ષદ પટેલ, NHM નાં મિશન ડાયરેક્ટર રેમ્યા મોહન, અધિક નિયામક નીલમ પટેલ સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા