આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે, અંદાજીત. ૮૨,૦૦૦ કરોડના ખર્ચે નર્મદા યોજના પૂર્ણ થવા જઇ રહી છે અને માર્ચ-૨૦૨૫ પછી બાકી રહેતા નહેરોના નેટવર્કના કામો વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ચાલુ રાખવાનું આયોજન છે. નર્મદા માટે વર્ષ 2025-26ની અંદાજપત્રીય માંગણીઓ આજે વિધાનસભા ગૃહમાં પસાર થઈ હતી.આ પ્રસંગે ચર્ચામાં ભાગ લેતા મંત્રી શ્રી કહ્યું કે એકતા નગર ખાતે અંદાજીત ૫૦ કરોડના
ખર્ચે સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટર નિર્માણ પામશે સરદાર સરોવર ડેમના નિર્માણ પાછળની નોંધપાત્ર સફર દર્શાવશે. તેમણે જણાવ્યું કે, નળકાંઠા, ફતેવાડીનો નવો વિસ્તાર વિકસીત કરવાની પહેલા તબક્કાની કામગીરી પ્રગતિ હેઠળ છે. જે ઓગષ્ટ – ૨૦૨૫ માં પુર્ણ થશે. ત્યારબાદ બીજા તબક્કાની કામગીરી હાથ ધરવામાં આવશે. જેનાથી સાણંદ, બાવળા અને વિરમગામ તાલુકાના આશરે ૩૯ ગામોની ૩૫,૬૮૮ હેકટર જમીનને સિંચાઈનો લાભ મળશે
Site Admin | માર્ચ 10, 2025 7:50 પી એમ(PM)
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે, અંદાજીત. ૮૨,૦૦૦ કરોડના ખર્ચે નર્મદા યોજના પૂર્ણ થવા જઇ રહી છે અને માર્ચ-૨૦૨૫ પછી બાકી રહેતા નહેરોના નેટવર્કના કામો વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ચાલુ રાખવાનું આયોજન છે
