આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે છેવાડાના ગામોમાં નાગરિકોની પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ પૂર્ણ કરવા માટે સરકાર સંકલ્પબદ્ધ

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લાના ત્રાંસવાડ ખાતે ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કર્યું આ સાથે 97 લાખ રૂપિયાથી વધુના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે છેવાડાના ગામોમાં નાગરિકોની પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ પૂર્ણ કરવા માટે સરકાર સંકલ્પબદ્ધ છે. શ્રી પટેલે ઉમેર્યું કે મનરેગા યોજના અંતર્ગત ગ્રામ પંચાયતોનો વિકાસ થઈ રહ્યો છે, જેમાં ત્રાંસવાડ ગ્રામ પંચાયત સર્વપ્રથમ છે જેનું લોકાર્પણ કરાયું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.