ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 2, 2024 3:37 પી એમ(PM)

printer

આરોગ્ય મંત્રી અને અમદાવાદ જિલ્લાના પ્રભારી ઋષિકેશ પટેલે આજે ધંધુકા ખાતે નવનિર્મિત રેલ્વે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું

આરોગ્ય મંત્રી અને અમદાવાદ જિલ્લાના પ્રભારી ઋષિકેશ પટેલે આજે ધંધુકા ખાતે નવનિર્મિત રેલ્વે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું. ૬૫ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા રેલવે ઓવરબ્રિજને ખુલ્લો મૂકતાં શ્રી પટેલે જણાવ્યું હતું કે, આ રેલ્વે ઓવરબ્રિજ અમદાવાદ શહેર અને જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રથી સુરત અને સુરતથી સૌરાષ્ટ્ર જતા યાત્રીઓ તથા ઉદ્યોગકારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
રેલ્વે ઓવરબ્રિજના લીધે લોકોનાં ઇંધણ, પૈસા અને સમયની બચત થશે, એમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. તેમણે જણાવ્યું કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં ધંધુકા અને આસપાસના વિસ્તારોમાં ખેડૂતોને પીવાના અને સિંચાઇના પાણી, વીજળી, આરોગ્ય સેવાઓ સહિત પાકા રોડ રસ્તાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.