નવેમ્બર 12, 2025 7:59 પી એમ(PM)

printer

આરોગ્ય મંત્રાલયે વાયુ પ્રદૂષણ અંગે માર્ગદર્શિકા જાહેર કરી

આરોગ્ય મંત્રાલયે આજે રાષ્ટ્રીય આબોહવા પરિવર્તન અને માનવ આરોગ્ય કાર્યક્રમ હેઠળ વાયુ પ્રદૂષણ અંગે આરોગ્ય માર્ગદર્શિકા જાહેર કરી. તેમાં શહેરી ક્ષેત્રમાં સામુદાયિક આરોગ્ય કેન્દ્રો, જિલ્લા હૉસ્પિટલ્સ અને મેડિકલ મહાવિદ્યાલયોમાં છાતીનું દવાખાનું બનાવવા આહ્વાન કરાયું છે. આ દવાખાનું વાયુ પ્રદૂષણ દરમિયાન દરરોજ ઓછામાં ઓછા બે કલાક ખૂલ્લા રહેવાની સલાહ પણ અપાઈ છે.
માર્ગદર્શિકામાં લોકોને રસ્તાઓ અને ભારે ટ્રાફિકવાળા વિસ્તાર, ઉદ્યોગોની આસપાસના વિસ્તાર, બાંધકામ અને તોડી પાડવાના સ્થળો જેવા ઉચ્ચ વાયુ પ્રદૂષણવાળા સ્થળને ટાળવાની સલાહ અપાઈ છે. લોકોને સવાર અને મોડી સાંજે બહાર ચાલવા, દોડવા અને શારીર્ક કસરત ટાળવાનો પણ તેમાં ઉલ્લેખ કરાયો છે. સાથે જ લોકોને નિયમિતપણે પાણીથી આંખ ચોખ્ખી કરવા અને ગરમ પાણીના કોગળા કરવા કહેવાયું છે.