ગુજકોસ્ટ દ્વારા “સ્વસ્થ આંખો: ઉજ્જવળ ભવિષ્ય – તમારી આંખોની સંભાળ રાખો” વિષય પર આરોગ્ય જાગૃતિ વાર્તાલાપનું આયોજન કરાયું હતું. GUJCOST ના RSC અને CSC ખાતે 5 હજારથી વધુ લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.આ સત્રમાં નેત્રરોગ ચિકિત્સા ક્ષેત્રના પ્રખ્યાત તબીબી નિષ્ણાતોએ ભાગ લીધો હતો, જેમણે આંખની સંભાળ અને સ્વસ્થ દ્રષ્ટિ જાળવવાના મહત્વ પર ભાર મૂકતાં આંખની સામાન્ય સમસ્યાઓ માટે નિવારક પગલાં, નિયમિત આંખ તપાસની ભૂમિકા, જીવનશૈલી અને ડિજિટલ સ્ક્રીન એક્સપોઝરની દ્રષ્ટિ પર અસર અને રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ક્ષતિ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ સરકારી પહેલ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતું.ઉલ્લેખનીય છે કે GUJCOST દર મહિને નિયમિત ધોરણે આ આરોગ્ય જાગૃતિ શ્રેણીનું આયોજન કરવા માટે પ્રતિબદ્ધ છે.આગામી વાર્તાલાપ 9 ઓક્ટોબર-ગુરુવાર ના રોજ “તમારા શ્વાસનું રક્ષણ: મજબૂત ફેફસાં માટે રોજિંદા વ્યવહાર” વિષય પર યોજાશે.
Site Admin | સપ્ટેમ્બર 5, 2025 8:48 એ એમ (AM)
આરોગ્ય જાગૃતિ શ્રેણી અંતર્ગત ગુજકોસ્ટ દ્વારા “સ્વસ્થ આંખો: ઉજ્જવળ ભવિષ્ય” વિષય પર કાર્યક્રમ યોજાયો
