આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, આરોગ્ય કર્મચારીઓની માંગણી અંગે સરકાર વિચારણા કરશે. પાલનપુરમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, પગાર વધારો કે ગ્રેડ પેથી આઠ હજાર જેટલી કેડર અથવા પંચાયતી કેડરને અસર થાય તેમ હોવાથી વિસ્તૃત સમીક્ષા બાદ નિર્ણય લેવામાં આવશે.
આજે શ્રી પટેલનાં હસ્તે પાલનપુરની બનાસ જનરલ હોસ્પિટલમાં નવનિર્મિત બ્લોક, આધુનિક ઓપરેશન થિયેટર્સ અને CT સ્કેન મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું.
Site Admin | એપ્રિલ 5, 2025 3:18 પી એમ(PM)
આરોગ્ય કર્મચારીઓની માંગણી અંગે સરકાર વિચારણા કરશે : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ