ડિસેમ્બર 5, 2025 9:40 એ એમ (AM)

printer

આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ભંડોળ એકત્રિત કરવા માટેનું પાનમસાલા ઉપર સેસ લાદતુ બીલ લોકસભામાં રજૂ

લોકસભામાં ગઇકાલે આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર બિલ, 2025 રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલનો હેતુ પાન મસાલાના ઉત્પાદન પર સેસ લાદીને આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ભંડોળ એકત્ર કરવાનો છે.બિલ રજૂ કરતા, નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે આ બિલનો હેતુ આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા માટે સંસાધનો એકત્રિત કરવાનો છે. તેમણે જણાવ્યું હતું કે આ સેસ કોઈપણ આવશ્યક ચીજવસ્તુઓ પર નહીં, પરંતુ ગંભીર આરોગ્ય જોખમ ઊભું કરતી હાનિકારક ચીજવસ્તુઓ પર લાદવામાં આવશે.સીતારમણે જણાવ્યું હતું કે આ બિલનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે સામાન્ય નાગરિકો પર બોજ નાખ્યા વિના મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રાથમિકતાઓને ભંડોળ પૂરું પાડવામાં આવે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર બિલમાંથી ઉત્પન્ન થતી આવક ચોક્કસ આરોગ્ય યોજનાઓ માટે રાજ્યો સાથે શેર કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે 40 ટકા GST ઉપરાંત, પાન મસાલા એકમો પર આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર પણ લાદવામાં આવશે.