ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 27, 2024 9:18 એ એમ (AM)

printer

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મંકીપૉક્સ બીમારી અંગે જાગૃતિ વધારતી પ્રવૃત્તિઓ યોજવા જણાવ્યું

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મંકીપૉક્સ બીમારી અંગે જાગૃતિ વધારતી પ્રવૃત્તિઓ યોજવા જણાવ્યું છે. એક પરામર્શમાં મંત્રાલયે રાજ્યોને વ્યૂહાત્મક દેખરેખ યથાવત્ રાખવાનો અનુરોધ કર્યો છે. મંકીપૉક્સની તપાસ માટે સંચાલિત પ્રયોગશાળાઓની યાદી પણ આપવામાં આવી છે.
મંત્રાલયે જાહેર આરોગ્ય તૈયારીઓનું મૂલ્યાંકન કરવાનો નિર્દેશ આપ્યો છે, જેની સમીક્ષા રાજ્ય અને જિલ્લા બંને સ્તર પર વરિષ્ઠ અધિકારીઓ દ્વારા કરાશે. મંત્રાલયે શંકાસ્પદ અને પુષ્ટિ થનારા કેસ માટે હૉસ્પિટલમાં આઇસોલેશનની સુવિધાની વ્યવસ્થા કરવા પણ જણાવ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ