ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 11, 2024 3:45 પી એમ(PM) | આરોગ્ય

printer

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે મેડિકલ કોલેજમાં જિલ્લા અને રેફરલ હોસ્પિટલોને કેન્દ્ર સરકાર તરફથી ભંડોળ મળતું રહેશે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે મેડિકલ કોલેજમાં પરિવર્તિત કરાયેલી જિલ્લા અને રેફરલ હોસ્પિટલોને કેન્દ્ર સરકાર તરફથી ભંડોળ મળતું રહેશે તેવી સ્પષ્ટતા કરી છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ અપૂર્વ ચંદ્રાએ આ અંગે 4 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે હાલમાં 157 મેડિકલ સાયન્સ કોલેજોમાંથી 108એ કામ શરૂ કરી દીધું છે. 157 માન્ય કોલેજોમાંથી 40 કોલેજો મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં આવેલી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે જિલ્લા હોસ્પિટલોને અપગ્રેડ અને મજબૂત કરવા અને નવી મેડિકલ કોલેજો ખોલવા માટે કેન્દ્રીય પ્રાયોજિત યોજનામાંથી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. સરકાર મેડિકલ કોલેજોની સંખ્યા વધારવા માટે નક્કર પ્રયાસો કરી રહી હોવાનું આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. હાલમાં દેશમાં સાતસો છ મેડિકલ સાયન્સ કોલેજો છે.