એપ્રિલ 7, 2025 9:39 એ એમ (AM)

printer

આરોગ્ય અંગેની જાગૃતિ ફેલાવવા આજે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

આરોગ્ય અંગેની જાગૃતિ ફેલાવવા આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. 1948માં 7મી એપ્રિલનાં રોજ વિશ્વ આરોગ્ય સંસ્થાની સ્થાપના થઈ હોવાથી દર વર્ષે 7 એપ્રિલે આ દિવસ ઉજવવામાં આવે છે.આ વર્ષના વિશ્વ આરોગ્ય દિવસની વિષય વસ્તુ છે- “સ્વસ્થ શરૂઆત, આશાવાદી ભવિષ્ય” .રોગો, માનસિક સ્વાસ્થ્ય અંગેનાં પડકારો અને નિવારક સંભાળના મહત્વ વિશે જાગૃતિ વધારવીએ સમગ્ર વિશ્વમાં ટોચની પ્રાથમિકતા બની છે. 1950માં સૌ પ્રથમ વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.