ડિસેમ્બર 5, 2025 2:05 પી એમ(PM)

printer

આરોગ્યમંત્રી જે.પી.નડ્ડાનો કેન્દ્ર દ્વારા આપવામાં આવતા આરોગ્ય ભંડોળનો ઉપયોગ ન કરવાનો રાજ્ય સરકારો પર આરોપ

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ કેન્દ્ર સરકાર દ્વારા આરોગ્ય માળખાગત સુવિધાઓ માટે આપવામાં આવતા ભંડોળનો ઉપયોગ ન કરવાનો આરોપ રાજ્ય સરકારો પર લગાવ્યો.
લોકસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા મંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે વિવિધ રાજ્ય સરકારોને આરોગ્ય માળખાગત સુવિધાઓ માટે 64 હજાર કરોડ રૂપિયા આપ્યા હોવા છતાં, તેમણે ફક્ત 30 હજાર કરોડ રૂપિયા જ ખર્ચ કર્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે 2017 માં કેન્દ્ર દ્વારા જીડીપીના 2.5 ટકા ખર્ચ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવા છતાં, અત્યાર સુધીમાં જીડીપીના માત્ર 1.9 ટકા ખર્ચ કરવામાં આવ્યો છે.