ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં પાણીજન્ય અને વાહક જન્ય રોગોની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં પાણીજન્ય અને વાહક જન્ય રોગોની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. તેમણે ચાલુ વર્ષે વરસાદની પેટર્નને ધ્યાનમાં લેતા હજુ વધુ ૧૫ દિવસ સુધી ડેન્ગ્યુ માટે સર્વેલન્સ અને પોરાનાશક કામગીરીને વધુ સઘન બનાવવા સૂચન કર્યું હતું.
તેમણે સમગ્રતયા પરિસ્થિતિનો વિગતવાર તાગ મેળવીને આરોગ્ય વિભાગને જરૂરી સૂચનો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં સીઝનલ ફ્લુના કુલ 1614 કેસો નોંધાયા છે જેમાં છેલ્લા 15 દિવસથી નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ઉપરાંત ઝાડા ઉલટી, કોલેરા, ટાઈફોડ જેવા પાણીજન્ય રોગોમાં પણ ગત વર્ષની સાપેક્ષમાં ઘટાડો નોંધાયો છે .

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.