ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરમાં ૧૭માં ફાર્માટેક એક્સ્પો અને લેબટેક એક્સપોને ખુલ્લો મુક્યો છે

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરમાં ૧૭માં ફાર્માટેક એક્સ્પો અને લેબટેક એક્સપોને ખુલ્લો મુક્યો છે. આજથી આગામી ૧૦ ઓગસ્ટ સુધી યોજાનારા આ ત્રિદિવસીય એક્સપોની ૧૭મી આવૃત્તિની વિષયવસ્તુ “નવીનતા, ટેકનોલોજી અને જ્ઞાનની આપ-લે” છે.
આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, આજે ભારત, દવા ઉત્પાદન ક્ષેત્રનું હબ બનવા આગળ વધી રહ્યું છે જેમાં ગુજરાતનો સિંહફાળો રહ્યો છે. ગુજરાતમાં નવીન શોધ અને રોકાણની વધુ તકો ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકાર ઉદ્યોગ સાહસિકોને વિવિધ મંજૂરીઓ આપવામાં ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરી રહી હોવાનું શ્રી પટેલે જણાવ્યું હતું.