ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે, આરોગ્યના કારણોસર પદ પરથી રાજીનામું આપ્યું છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લખેલા પત્રમાં, શ્રી ધનખડે જણાવ્યું હતું કે, તેમણે આરોગ્યને પ્રાથમિકતા આપતા અને તબીબી સલાહને અનુસરીને તાત્કાલિક અસરથી રાજીનામું આપ્યું છે. શ્રી ધનખડે તેમના કાર્યકાળ દરમિયાન રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવેલા સતત સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મંત્રી પરિષદનો પણ આભાર માન્યો હતો.શ્રી ધનખડે કહ્યું કે પ્રધાનમંત્રીનો સહકાર અને સમર્થન અમૂલ્ય રહ્યું છે. તેમણે કહ્યું હતું કે સાંસદો તરફથી મળેલા સ્નેહ અને વિશ્વાસને તેઓ હંમેશા યાદ રાખશે.શ્રી ધનખડે કહ્યું કે આ મહાન લોકશાહીમાં ઉપરાષ્ટ્રપતિ તરીકે તેમને મળેલા અમૂલ્ય અનુભવો અને વિચારો માટે તેઓ ખૂબ આભારી છે.આ સમયગાળા દરમિયાન ભારતની નોંધપાત્ર આર્થિક પ્રગતિ અને અભૂતપૂર્વ વિકાસના સાક્ષી બનવું અને તેમાં ભાગ લેવો તેમના માટે ખૂબ જ ભાગ્ય અને સંતોષની વાત હતી. તેમણે કહ્યું કે દેશના ઇતિહાસમાં પરિવર્તનના આ સમયગાળા દરમિયાન સેવા આપવી તેમના માટે ખરેખર સન્માનની વાત છે.
Site Admin | જુલાઇ 22, 2025 8:38 એ એમ (AM)
આરોગ્યના કારણોસર ડોક્ટર જગદીપ ધનખડનું ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું
