જૂન 13, 2025 7:42 પી એમ(PM) | આયૂષ મંત્રાલય

printer

આયૂષ મંત્રાલય આવતીકાલે નવી દિલ્હીમાં એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ પરઆધારિત હાઈબ્રિડ વૈશ્વિક શિખર સંમેલનનું આયોજન કરશે

આયૂષ મંત્રાલય આવતીકાલે નવી દિલ્હીમાં ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ પરઆધારિત હાઈબ્રિડ વૈશ્વિક શિખર સંમેલનનું આયોજન કરશે. આ સંમેલન 11-મા આંતર-રાષ્ટ્રીય યોગ દિવસ માટે એક મુખ્ય કાર્યક્રમ તરીકે યોજવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં એક લાખથી વધુ સહભાગીઓ ઉપસ્થિત રહેશે, જેમાં વિશ્વભરની અગ્રણી આંતર-રાષ્ટ્રીય યોગ સંસ્થાઓ અને આરોગ્ય સમુદાયના સહભાગીઓ પણ વર્ચ્યૂઅલ રીતે ભાગ લેશે. સંમેલનમાં બહેરીન, અમેરિકા, બ્રિટનઅને દક્ષિણ કૉરિયા સહિત ચારથી વધુ દેશના નિષ્ણાત ભાગ લેશે.આ પરિષદ દરમિયાન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-યોગ પ્રભાવનો એક દાયકા લાંબો પ્રભાવ અભ્યાસ અહેવાલ બહાર પાડવામાં આવશે. યોગની દશકીય અસર પર ઈ-પુસ્તક અને યોગ સંશોધનના વૈજ્ઞાનિક વિશ્લેષણ પર અહેવાલનું પણ અનાવરણ કરાશે. આ સંમેલનમાં વિવિધ વિષયના સત્ર યોજાશે. તેમાં બિન-ચેપી રોગના નિવારણ માટે યોગ, સામાન્ય યોગ પ્રૉટોકોલ પર અભ્યાસ અને આંતર-રાષ્ટ્રીય યોગ દિવસની અસરનું મૂલ્યાંકન, યોગ-ટેકઃ ઇનોવેટર્સ પ્રેઝન્ટેશન અને બધા માટે યોગની કલ્પના જેવી વિષય વસ્તુઓનો સમાવેશ થશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.