આયુષ મંત્રાલયે આયુર્વેદના શૈક્ષણિક, પરંપરાગત અને વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ પ્રોફેસર બનવારી લાલ ગૌર, વૈદ્ય ઇ.ટી. નીલકાંતન મૂસ અને વૈદ્ય ભાવના પરાશરને રાષ્ટ્રીય ધન્વંતરી આયુર્વેદ પુરસ્કાર 2025 એનાયત કર્યો.
આયુષ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પુરસ્કારો આયુર્વેદના પ્રચાર ,જાળવણી અને વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા વ્યક્તિઓનું સન્માન કરે છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ વર્ષના પુરસ્કાર વિજેતાઓ શાસ્ત્રીય શિષ્યવૃત્તિ, જીવંત પરંપરા અને વૈજ્ઞાનિક નવીનતાનો અનોખો સંગમ રજૂ કરે છે.
Site Admin | ઓક્ટોબર 2, 2025 6:55 પી એમ(PM)
આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદના પ્રચાર ,જાળવણી અને વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા વ્યક્તિઓનું રાષ્ટ્રીય ધન્વંતરી આયુર્વેદ પુરસ્કાર 2025 થી સન્માન