ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

આયુષ્માન ભારત યોજના સામાજિક સુરક્ષાના શ્રેષ્ઠ કાર્યક્રમોમાંથી એક છે :નાણામંત્રી નિર્મલા સીતારમણ

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે આયુષ્માન ભારત યોજના સામાજિક સુરક્ષાના શ્રેષ્ઠ કાર્યક્રમોમાંથી એક છે. અમેરિકાની વોર્ટન બિઝનેસ સ્કૂલમાં એક સંવાદમાં તેમણે આ મુજબ જણાવ્યું હતું . તેમણે કહ્યું કે લોકોને સ્વાસ્થ્ય વીમો પૂરો પાડવાના ઉદેશ્યથી શરૂ કરાયેલ આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં છ કરોડ ત્રીસ લાખથી વધુ લોકોને દેશની વિવિધ હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી છે. તેમણે કહ્યું કે હવે આ યોજના હેઠળ 70 વર્ષથી વધુ વયના તમામ લોકોને આવરી લેવામાં આવ્યા છે. ડિજિટલ આધારમાળખા અંગે નાણામંત્રીએ કહ્યું કે ભારતના દરેક નાગરિક સુધી ડિજિટલ સેવાઓ પોહચે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે . આના કારણે ભારત ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની ગઈ છે.