ભાજપે આજે દાવો કર્યો છે કે આમ આદમી પાર્ટી દિલ્હીમાં મતદાતાઓની યાદી સાથે છેડછાડ કરી રહી છે. બીજેપી નેતા પરવેશ સાહિબ સિંહ વર્માએ આરોપ લગાવ્યો કે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના મત વિસ્તારના મતદાર યાદીમાંથી 61 હજાર લોકોના નામ હટાવી દેવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે, 2020માં એક લાખ 46 હજાર લોકોના નામ મતદાર યાદીમાં હતા, પરંતુ હવે તેમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
Site Admin | ડિસેમ્બર 30, 2024 7:57 પી એમ(PM) | આમ આદમી પાર્ટી
આમ આદમી પાર્ટી દિલ્હીમાં મતદાર યાદી સાથે છેડછાડ કરી રહી હોવાનો ભાજપનો આક્ષેપ
