આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે આજે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પક્ષનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. શ્રી કેજરીવાલે પોતાની સરકાર રચાય તો 15 ગેરન્ટીઓ પૂર્ણ કરવાનું વચન આપ્યું છે, જેમાં રોજગારની તકો, મેડીકલ સારવાર માટે સંજીવન સ્કીમ, દરેક મહિલાને દર મહિને 2100 રૂપિયાની ચૂકવણી અને પાણીના જૂના બિલ માફ કરવાનો સમાવેશ થાયછે.દરમિયાન, ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટી પર દલિત વિરોધી હોવાનો આરોપમૂક્યો છે. પત્રકાર પરિષદમાં ભાજપના વરિષ્ઠ નેતા સંબિત પાત્રાએ આક્ષેપ કર્યો કે પંજાબનાઅમૃતસરમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવામાં આવી. શ્રી પાત્રાએ આ મુદ્દેઅરવિંદ કેજરીવાલનાં રાજીનામાની માંગણી કરી હતી. ચૂંટણી ઢંઢેરા અંગે પ્રતિક્રિયા આપતાકોંગ્રેસના પ્રવક્તા અસ્માએ આકાશવાણી સમાચારને જણાવ્યું કે, આમ આદમી પાર્ટીએ અગાઉ આપેલા વચનો પૂર્ણ ન કર્યા હોવાથી લોકોએપક્ષને ફગાવી દીધો છે.
Site Admin | જાન્યુઆરી 27, 2025 7:28 પી એમ(PM)
આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે આજે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પક્ષનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો
