સાઉદી અરેબિયાના રિયાધમાં આજથી શરૂ થતી COP16 પરિષદપૂર્વે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દર યાદવે રિયાધમાં ભારતીય દૂતાવાસમાં એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત એક છોડ વાવ્યો હતો. દૂતાવાસની તેમની મુલાકાત દરમિયાન શ્રી યાદવે ભારતીય વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી અને વૃક્ષારોપણ અભિયાન અને પર્યાવરણ માટે જીવનશૈલીમાં તેમની સહભાગિતાને પ્રોત્સાહિત કર્યા હતા.
પશ્ચિમ એશિયામાં COP16 ના 30 વર્ષની ઉજવણી સાથે આ પરિષદ શરૂ થશે જેમાં 197 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. મંત્રી શ્રી યાદવ અને હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીની સંયુક્ત આગેવાની હેઠળ ભારતીય પ્રતિનિધિમંડળ ભાગ લેશે.
Site Admin | ડિસેમ્બર 2, 2024 2:44 પી એમ(PM)
આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દર યાદવે રિયાધમાં ભારતીય દૂતાવાસમાં એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત એક છોડ વાવ્યો
