આફ્રિકન દેશ કોંગોમાં મંકીપોક્સ રસીકરણનો બીજો તબક્કો શરૂ થયો છે. પ્રથમ તબક્કામાં મુખ્યત્વે આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. બીજા તબક્કામાં વધુ જોખમ ધરાવતા લોકોને રસી આપવામાં આવશે.
એમપોક્સ, એ મંકીપોક્સ વાયરસથી થતો ચેપી રોગ છે જે નજીકના સંપર્ક દ્વારા ફેલાય છે. તાવ, ગળામાં સોજો, સ્નાયુ અને પીઠનો દુખાવો તેના મુખ્ય લક્ષણો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઓગસ્ટ મહિનામાં એમપોક્સને આરોગ્ય કટોકટી જાહેર કરી હતી.
Site Admin | ઓક્ટોબર 26, 2024 2:29 પી એમ(PM)
આફ્રિકન દેશ કોંગોમાં મંકીપોક્સ રસીકરણનો બીજો તબક્કો શરૂ થયો
