ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વાયુસેનાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, “આપત્તિના સમયમાં લોકોને બચાવવામાં વાયુસેના સૌથી આગળ હોય છે.” ગાંધીનગરના નીલાંબર સભાગૃહ ખાતે વાયુદળ મંડળ ગુજરાત શાખા દ્વારા યોજાયેલા આઠમા વાર્ષિક સ્મારક વ્યાખ્યાયનમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઉપરોક્ત બાબત જણાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, “ગત 10 વર્ષમાં દેશભરમાં માઓવાદ અને નક્સલવાદ સામેની લડાઈમાં મહત્વની સફળતા મળી છે, જેના કારણે અનેક રાજ્યના વિકાસમાં વધારો થયો છે.”
આ વ્યાખ્યાન માળા કાર્યક્રમ ભારતીય વાયુસેનાના એકમાત્ર પરમવીર ચક્ર પુરસ્કાર વિજેતા ફ્લાઈંગ ઑફિસર નિર્મલજીત સિંહ સેખોન શેખોંના બહાદુરી અને સર્વોચ્ચ વીરગતિની સ્મૃતિમાં યોજવામાં આવે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.