આજે 22 એપ્રિલે ‘આપણી શક્તિ, આપણી પૃથ્વી’ વિષયવસ્તુ સાથે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરાશે. આ વિષયવસ્તુનો ઉદ્દેશ દરેકને નવીનીકરણ ઊર્જા માટે એક થવાનું આહ્વાન કરવાનો છે.પર્યાવરણની સતત બગડતી પ્રકૃતિ અંગે લોકોમાં જાગૃતિ લાવવા અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા વિશ્વ પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે. 22 ઍપ્રિલ 1970ના રોજ પહેલી વાર આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રથમ પૃથ્વી દિવસ ઉજવવામાં આવ્યો ત્યારથી તે પૃથ્વી પરના દરેક માનવી માટે વૈશ્વિક ઘટના બની ગઈ છે, જેમાં કરોડો લોકો વૃક્ષારોપણ, સફાઈ અભિયાન, શૈક્ષણિક પહેલ જેવી પ્રવૃત્તિઓમાં સામેલ થઈ અન્ય લોકોને પ્રેરણા આપે છે.
Site Admin | એપ્રિલ 22, 2025 9:34 એ એમ (AM)
‘આપણી શક્તિ, આપણી પૃથ્વી’ વિષયવસ્તુ સાથે આજે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી
