ગુજરાત રાજ્ય આદિવાસી સમુદાયના સ્વાસ્થ્ય માટે જિનોમ સિક્વન્સિંગ પ્રૉજેક્ટ શરૂ કરનારું દેશનું પહેલું રાજ્ય બન્યું છે. સત્તાવાર યાદી મુજબ, આદિવાસી સમુદાયના આનુવંશિક રોગની પરખ થવાથી રાહત દરે નિદાન પદ્ધતિનો વિકાસ થશે.
સત્તાવાર યાદી મુજબ, શરીરના કોષોની અંદર રહેલી આનુવંશિક સામગ્રીને જિનોમ કહેવાય છે. કોષની અંદર જનીનનું ચોક્કસ સ્થાન અને તેની રચનાને સમજવા જિનોમ સિક્વન્સિંગ કરાય છે. તે જીનોમમાં થતા ફેરફાર અંગે જણાવે છે. ત્યારે સરકારના આ પ્રૉજેક્ટ હેઠળ સંશોધકો 11 જિલ્લાના 31 આદિવાસી સમુદાયમાંથી D.N.A. નમૂના એકત્ર કરીને વિગત તૈયાર કરશે. તે આનુવંશિક રોગના નિદાન અને સારવારને સુધારવામાં મદદ કરશે. રાજ્ય સરકારે આદિવાસી વસતિ માટે રેફરન્સ જિનોમ ડેટાબેઝનું નિર્માણ પ્રૉજેક્ટને મંજૂરી આપી હતી. હાલ ભારત સરકારના બાયોટેક્નોલૉજી વિભાગના જિનોમ ઇન્ડિયા પ્રૉજેક્ટના સહકારથી આ પ્રૉજેક્ટ હાથ ધરાઈ રહ્યો છે.
Site Admin | નવેમ્બર 8, 2025 7:12 પી એમ(PM)
આદિવાસી સમુદાયના સ્વાસ્થ્ય માટે જિનોમ સિક્વન્સિંગ પ્રૉજેક્ટ શરૂ કરનારું ગુજરાત દેશનું પહેલું રાજ્ય બન્યું