આદિજાતિ વિકાસ મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોરે ‘આદિ કર્મયોગી અભિયાન’ને ગાંધીનગરમાં દેશનું સૌથી વિશાળ આદિવાસી નેતૃત્વ નિર્માણ માટેનું જન આંદોલન ગણાવ્યું. તેમણે કહ્યું રાજ્યના 15 આદિવાસી જિલ્લા, 94 તાલુકા અને ચાર હજાર 245 ગામડાઓમાં આ અભિયાન ચલાવાશે. કાર્યક્રમ અંતર્ગત 20 લાખ ચૅન્જ લિડર કેડર તૈયાર કરવા પર ભાર અપાઈ રહ્યો છે. આ લિડર્સ આદિવાસી લોકોની સમસ્યાઓ અને જરૂરિયાતોને સમજીને તેના નિરાકરણ માટે કામ કરશે.
અભિયાનનો ઉદ્દેશ “ભારતના આદિવાસી પ્રદેશમાં બહુ-સ્તરીય ક્ષમતા નિર્માણ અને નેતૃત્વ વિકાસ દ્વારા લોક-કેન્દ્રિત શાસન પ્રણાલિ તથા પ્રતિભાવશાળી શાસન વ્યવસ્થાને સંસ્થાકીય બનાવવાનો હોવાનું પણ શ્રી ડિંડોરે ઉંમેર્યું.
Site Admin | સપ્ટેમ્બર 2, 2025 3:12 પી એમ(PM)
આદિજાતિ વિકાસ મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોરે ‘આદિ કર્મયોગી અભિયાન’ને ગાંધીનગરમાં દેશનું સૌથી વિશાળ આદિવાસી નેતૃત્વ નિર્માણ માટેનું જન આંદોલન ગણાવ્યું.