ડિસેમ્બર 8, 2024 7:21 પી એમ(PM)

printer

આદિજાતિ વિકાસ અને શિક્ષણમંત્રી ડૉ. કુબેર ડીંડોરે દાહોદના સંજેલી તાલુકામાં ગરાડીયા ખાતે કન્યા સાક્ષરતા નિવાસી શાળાનું લોકાર્પણ કર્યું

આદિજાતિ વિકાસ અને શિક્ષણમંત્રી ડૉ. કુબેર ડીંડોરે દાહોદના સંજેલી તાલુકામાં ગરાડીયા ખાતે કન્યા સાક્ષરતા નિવાસી શાળાનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે સરકારે આદિવાસી દીકરીઓને ઘર આંગણે વિનામૂલ્યે અભ્યાસ કરવા માટેની વ્યવસ્થા કરી આપી છે.
તેમણે વધુમાં કહ્યું કે, વિદ્યાર્થીઓ આગળ વધીને ઉદ્યોગ સાહસિક બને અને તેઓનો સર્વાંગી વિકાસ થાય એ માટેની તમામ વ્યવસ્થા કરાઇ રહી છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, ૧૯ કરોડના ખર્ચે બનાવેલ આ શાળામાં ૪૦૦ જેટલી દીકરીઓ માટે અભ્યાસની સાથોસાથ રહેવા, જમવા, રમતગમત, કોમ્પ્યુટર લેબ જેવી તમામ પ્રકારની સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કરીને આપણી આદિવાસી દીકરીઓને પોતાનું કરિયર બનાવવામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી પડે નહીં.