આદિજાતિ નાગરિકોના આરોગ્યની વધુ તંદુરસ્તી માટે ટ્રાઇબલ જિનોમ સિક્વન્સિસનો પ્રોજેક્ટ શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે.
ટ્રાઇબલ જિનોમ પ્રોજેક્ટ અંગે ગાંધીનગર ખાતે યોજાયેલા સંવાદમાં આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેર ડીંડોરે જણાવ્યું કે, ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા આ પ્રોજેક્ટનું અમલીકરણ થશે, આ પ્રોજેક્ટના ભાગરૂપે રાજ્યના 17 જિલ્લાઓમાંથી વિવિધ આદિજાતિ સમુદાયમાંથી 2 હજાર વ્યક્તિઓનું જીનોમ સિક્વનસિંગ કરાશે. આ પ્રોજેક્ટના માધ્યમથી નૈસર્ગિક રોગ પ્રતિકારક શક્તિ, કેન્સર અને અન્ય વારસાગત રોગો જેવા કે સિકલ સેલ એનીમિયા, થેલેસેમિયા, વગેરેના જનીનિક ચિહ્નોની ઓળખ શક્ય બનશે.
Site Admin | જુલાઇ 16, 2025 7:01 પી એમ(PM)
આદિજાતિ નાગરિકોના આરોગ્યની વધુ તંદુરસ્તી માટે ટ્રાઇબલ જિનોમ સિક્વન્સિસનો પ્રોજેક્ટ શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય