અમદાવાદ ખાતે ગઇકાલે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને રાજયના મંત્રી જગદીશ વિશ્વકર્મા અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહ અને “આંતરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025” અંતર્ગત આત્મનિર્ભર ભારત જન આભાર કાર્યક્રમ યોજાયો.આ કાર્યક્રમમાં રાજયમાં છેલ્લા 24 વર્ષમા થયેલા વિકાસના કાર્યો તેમજ રાજયના 75 લાખથી વધુ નાગરિકો અને ખેડૂતો,પશુપાલક ભાઇ-બહેનોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યકત કરતા પત્ર લખ્યા છે. એક કરોડ 11 લાખ 75 હજાર “આભાર મોદીજી” પોસ્ટકાર્ડનો વર્લ્ડ રેકોર્ડ ગુજરાતે સ્થાપિત કર્યો છે.ગુજરાતના સહકારી આગેવાનો દ્વારા અને ગુજરાતની લગભગ 26 હજાર મંડળીઓ દ્વારા, 12 હજાર ગામડાઓમાં, પાંચ લાખ 50 હજાર કોલેજના યુવાનો દ્વારા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓ પૈકી 1 લાખથી પણ વધારે બાળકો દ્વારા આભાર મોદીજીના પોસ્ટ કાર્ડ લખ્યા છે.જીવન જરૂરિયાતની વસ્તુઓ કરી અને GST ઘટાડયો અને આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સેવ્યું છે તે બદલ કુલ મળીને 1 કરોડ 11 લાખ 75 હજારથી પણ વધારે “આભાર મોદીજી”ના પોસ્ટ કાર્ડ લખાયા છે.
Site Admin | ઓક્ટોબર 8, 2025 9:40 એ એમ (AM)
આત્મનિર્ભર ભારત, જન આભાર કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતા ૧ કરોડથી વધુ પોસ્ટકાર્ડ લખીને ગુજરાતે વિક્રમ સર્જ્યો