જૂન 11, 2025 8:34 એ એમ (AM)

printer

આતંકવાદ અંગેના ભારતના અભિગમને વિશ્વ સમક્ષ રજૂ કરીને પરત ફરેલા સર્વપક્ષિય પ્રતિનિધિમંડળોની કામગીરી પર પ્રધાનમંત્રીએ ગર્વ વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, સર્વપક્ષિય પ્રતિનિધિમંડળોની કામગીરીને બિરદાવી છે. તેમણે કહ્યું હતું કે, પહેલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર બાદ, આતંકવાદના ભયને નાબૂદ કરવાની જરૂરિયાત પર બહુપક્ષીય પ્રતિનિધિમંડળોએ જે રીતે ભારતના વિચારો રજૂ કર્યા તેના પર તેમને ગર્વ છે.ગઈકાલે, પ્રધાનમંત્રીએ વિશ્વની 33 રાજધાનીઓની મુલાકાત કરીને પરત ફરેલા સંસદસભ્યો અને ભૂતપૂર્વ રાજદ્વારીઓ સહિત બહુપક્ષીય પ્રતિનિધિમંડળોના સભ્યોનું સ્વાગત કર્યું. સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી મોદીએ કહ્યું કે આ પ્રતિનિધિઓએ શાંતિ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા અને આતંકવાદના ભયને નાબૂદ કરવાની જરૂરિયાતને વિસ્તૃત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.