જમ્મુ-કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી હુમલાને પગલે, ભારતીય રેલ્વે ફસાયેલા મુસાફરોને મદદ કરવા અને વધારાના મુસાફરોને સમાવવા માટે આજે રાત્રે કટરાથી નવી દિલ્હી માટે એક ખાસ ટ્રેન ચલાવશે. આ ટ્રેન શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સ્ટેશનથી રાત્રે ૯ વાગ્યેને ૨૦ મિનિટે ઉપડશે. રેલવેએ મુસાફરોની સુવિધા માટે હેલ્પલાઇન નંબરો પણ જાહેર કર્યા છે. જમ્મુ તાવી સ્ટેશન માટે 0 1 9 1 – 2 7 4 7 0 1 1 6 છે, શ્રી માતા વૈષ્ણો દેવી કટરા સ્ટેશન માટે 0 1 9 9 1 – 2 3 4 8 7 6 છે અને ઉધમપુર સ્ટેશન માટે 7 7 1 7 3 0 6 1 6 છે.
હુમલાને ધ્યાનમાં રાખીને, આજે શ્રીનગરથી દિલ્હી અને મુંબઈ માટે ચાર ખાસ ફ્લાઇટ્સ ચલાવવામાં આવી છે. જો જરૂર પડે તો વધારાની ફ્લાઇટ્સ પણ તૈયાર છે. ગૃહમંત્રી અમિત શાહ સાથે પરિસ્થિતિ અંગે ચર્ચા કર્યા પછી, નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ ચોવીસ કલાક ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છે.
દરમિયાન, જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૪ હજુ પણ વાહનોની અવરજવર માટે બંધ છે.
Site Admin | એપ્રિલ 23, 2025 7:41 પી એમ(PM)
આતંકવાદી હુમલાને પગલે, ફસાયેલા મુસાફરોને મદદ કરવા આજે રાત્રે કટરાથી નવી દિલ્હી માટે એક વિશેષ ટ્રેન ચલાવાશે
