જામનગર જિલ્લામાં આતંકવાદી તેમજ દેશદ્રોહી પ્રવૃત્તિઓ રોકવા ૧૨ દરિયાઈ ટાપુઓ પર પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 12 ટાપુઓ પૈકી માત્ર ૧ પિરોટન ટાપુ પર માનવ વસાહત છે. જયારે અન્ય પર માનવવસાહત નથી.રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઇ જિલ્લા મેજીસ્ટ્રેટે આ નિર્જન ટાપુઓ પર પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અમારા પ્રતિનિધિ ના જણાવ્યા મુજબ પ્રવાસીઓને પિરોટન ટાપુ પર જવા-આવવા નાયબ વન સંરક્ષકશ્રી, મરીન નેશનલ પાર્કની પૂર્વમંજૂરી મેળવી લેવાની રહેશે. આ જાહેરનામું આગામી 10 ફેબ્રુઆરી 2026 સુધી અમલમાં રહેશે.દરમ્યાન, જામનગર મહાનગરપાલિકા સહિતના સમગ્ર જિલ્લાના રેડ અને યલો ઝોન જાહેર કરાયેલા વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્ય છે. આ અંગેનું જાહેરનામું આગામી 9 જાન્યુઆરી 2026 સુધી આ જાહેરનામું અમલમાં રહેશે.
Site Admin | ડિસેમ્બર 16, 2025 9:38 એ એમ (AM)
આતંકવાદી તેમજ દેશદ્રોહી પ્રવૃત્તિઓ રોકવા જામનગર જિલ્લાના 12 ટાપુઓ પર પ્રવેશ અંગે પ્રતિબંધ જાહેર કરાયો