જુલાઇ 16, 2025 7:07 પી એમ(PM)

printer

આણંદ મહાનગરપાલિકાનું નામ “કરમસદ-આણંદ મહાનગરપાલિકા” કરવાના ઠરાવને રાજ્ય મંત્રીમંડળની મંજુરી

આણંદ મહાનગરપાલિકાના હવે “કરમસદ-આણંદ મહાનગરપાલિકા” તરીકે ઓળખાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાયો.
આ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આણંદ મહાનગરપાલિકાનું નામ બદલવા તથા અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલના પૈતૃક ગામ કરમસદની આગવી ઓળખ જાળવી રાખવા ધારાસભ્યો, સંસદ સભ્યો, વિવિધ સંસ્થાઓ તેમજ સ્થાનિકો તરફથી વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી.