ફેબ્રુવારી 23, 2025 8:16 એ એમ (AM) | આણંદ

printer

આણંદ જિલ્લામાં પેટલાદ તાલુકાના ધર્મજમાં 52 લોકોને કમળાની અસર થયાના અહેવાલ છે.

આણંદ જિલ્લામાં પેટલાદ તાલુકાના ધર્મજમાં 52 લોકોને કમળાની અસર થયાના અહેવાલ છે. આણંદના અમારા પ્રતિનિધિ પરેશ મકવાણા જણાવે છે, દૂષિત પાણી અને ખોરાકના કારણે કમળાનો રોગ વકરતાં ઠેર-ઠેર બીમાર લોકો દેખાઈ રહ્યા છે. હાલમાં 10 દર્દીને પેટલાદની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે, જ્યારે અન્ય દર્દીઓને ધર્મજના જાહેર આરોગ્ય કેન્દ્રમાં સારવાર અપાઈ રહી છે. આમાંથી એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જ્યારે અન્ય છ નમૂનાને અમદાવાદ મોકલાયા છે.
જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પિયુષ પટેલે જણાવ્યું, હાલ તંત્ર દ્વારા 18 ટીમને કામે લગાડી દેવામાં આવી છે. બે આરોગ્ય અધિકારી અને બે જાહેર આરોગ્ય કેન્દ્રની ટીમ ખડેપગે છે.