આણંદ જિલ્લાને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કરોડો રૂપિયાની વિવિધ વિકાસકાર્યોની ભેટ આપવામાં આવી. જેમાં ઉમરેઠમાં 59 કરોડ 75 લાખ રૂપિયાની વિવિધ 36 જેટલી પરિયોજનાઓની ભેટ આપી. શ્રી પટેલે ઉમરેઠ ખાતેથી 16 કરોડ 84 લાખ રૂપિયાના 10 કામોનું ઈ ખાતમુહૂર્ત અને 42 કરોડ 90 લાખ રૂપિયાના 26 કામોનું ઇ લોકાર્પણ કર્યું હતું.આ સાથે જ ઉમરેઠ તાલુકામથક ખાતે ૫ કરોડ 18 લાખ રૂપિયાના ખર્ચે 30 બેડનું તૈયાર થયેલ સુવિધાયુક્ત સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું.
શ્રી પટેલે આણંદ ખાતે 163 કરોડ 90 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણાધિન સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. સાથે જ કામગીરીનું નિરીક્ષણ કરી સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા જણાવ્યું હતું.
આણંદ ખાતે શ્રી પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ હતી જેમાં 1099.81 લાખ રૂપિયાના 695 કામોને બહાલી આપવામાં આવી. આ સાથે જ ગત વર્ષોના બાકી કામો તથા નવા આયોજનના કામોને સમયમર્યાદામાં સ્થાનિક પદાધિકારીઓ અને ધારાસભ્યો સાથે સંકલન સાધીને પૂર્ણ કરવા તાકીદ કરી હતી.
આ કાર્યક્રમો દરમિયાન શ્રી પટેલના હસ્તે આણંદ જિલ્લાની વિકાસ ગાથાને વર્ણવતી ‘વિકાસ વાટિકા’ પુસ્તિકાનું વિમોચન કરાયું હતું.
Site Admin | એપ્રિલ 26, 2025 7:23 એ એમ (AM) | Anand District | Rushikesh Patel
આણંદ જિલ્લાને કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ
