ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 1, 2024 7:13 પી એમ(PM)

printer

આણંદ જિલ્લાનાં વાસદ ખાતે બે વિશ્વવિક્રમ સર્જાયાઃ પાંચ હજાર લોકોએ માત્ર 60 મિનિટમાં 2.50 લાખ સીડબોલ બનાવ્યા

આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન દ્વારા આણંદ જિલ્લાનાં વાસદ ખાતે ‘‘સીડ ધ અર્થ’’ કાર્યક્રમમાં આજે બે વિશ્વ વિક્રમ સર્જવામાં આવ્યા છે. પાંચ હજાર લોકો દ્વારા માત્ર ૬૦ મિનિટમાં અઢી લાખ સીડબોલ બનાવવામાં આવ્યા હતા. બીજો વિક્રમ સીડબોલ ટ્રેનો ઉપયોગ કરીને સૌથી લાંબુ સ્લોગન બનાવવાનો નોંધાયો હતો.  એસ.વી.આઇ.ટી. કોલેજમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતઅને આધ્યત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરની હાજરીમાં આ વિશ્વવિક્રમ નોંધાયા હતા. શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, જમીનમાં ઓર્ગેનિક કાર્બન ઘટતા અને રાસાયણિક ખાતરનો ઉપયોગ વધવાથી તેમાંથી ઉત્પન્ન થતા અન્ન, ફળ અને શાકભાજી ઝેરયુક્ત હોય છે. જે માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. આ બધામાંથી બચવાનો એક માત્ર ઉપાય પ્રાકૃતિક કૃષિ છે, તેમ જણાવતાં રાજ્યપાલે ઉમેર્યું કે, ગુજરાતમાં ૧૦ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે. તેમણે પર્યાવરણના રક્ષણ માટે મહત્તમ વૃક્ષો વાવવાની હાકલ કરી હતી.આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકરે દિવાળી પર્વની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિમાં અન્નનું ખૂબ જ મહત્વ છે, સારા અન્નનું દાન કરવા માટે સારા બીજનું હોવું પણ અત્યંત જરૂરી છે. શ્રી શ્રી કૃષિ સાયન્સ અને ટેક્નોલોજી ટ્રસ્ટના ચેરમેન ડો. પ્રભાકર રાવે જણાવ્યું કે આ સીડબોલનું આગામી ચોમાસાની સીઝનમાં વાવેતર કરવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ