નવેમ્બર 26, 2025 2:32 પી એમ(PM)

printer

આણંદમાં શાસ્ત્રી મેદાન ખાતે “સરદાર ઍટ 150 યુનિટી માર્ચ” રાષ્ટ્રીય પદયાત્રાનો શુભારંભ..

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના નિર્માણથી તેમને શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ અપાઈ છે. આણંદમાં શાસ્ત્રી મેદાન ખાતે “સરદાર ઍટ 150 યુનિટી માર્ચ” રાષ્ટ્રીય પદયાત્રાનો શુભારંભ કરાવતા શ્રી પટેલે કહ્યું, આ પદયાત્રા એક ભારત, આત્મનિર્ભર ભારતનો સંદેશ લોકો સમક્ષ મુકશે. સાથે જ રાષ્ટ્રીય એકતાનો માર્ગ પણ મોકળો કરશે.
તેમણે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં દેશમાં લાગુ કરાયેલી નવી ચાર શ્રમ સંહિતાએ સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલિ હોવાનું પણ જણાવ્યું.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીએ ત્રિપુરાના મુખ્યમંત્રી પ્રૉફેસર ડૉક્ટર માણિક સાહા સાથે આજે આણંદના વલ્લભ વિદ્યાનગરથી 11 દિવસની પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું.
કરમસદમાં સરદાર પટેલના નિવાસસ્થાનથી શરૂ થયેલી આ પદયાત્રા કેવડિયા સુધી યોજાશે. અંદાજે 150 કિલોમીટરથી વધુનું અંતર કાપીને આ પદયાત્રા છ ડિસેમ્બરે સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે પૂર્ણ થશે.