આણંદની ખંભાત સેશન્સ અદાલતે દુષ્કર્મ અને હત્યાના આરોપીને બે ફાંસીની સજા કરી છે. સત્તાવાર યાદી મુજબ, ઑક્ટોબર 2019ના આ ગુનામાં સામેલ આરોપીને આજે ખંભાત સેશન્સ અદાલતે દોષી ઠેરવ્યો અને બે ફાંસીની સજા સંભળાવી છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ કેસમાં પીડિતા અને તેમનાં પરિવારને ન્યાય અપાવવામાં યોગદાન આપનારા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને અભિનંદન પાઠવ્યા છે. શ્રી સંઘવીએ કહ્યું, આ ચૂકાદો ન્યાયતંત્ર અને પોલીસ તંત્રની કાર્યક્ષમતા તેમજ રાજ્ય સરકારની ગુનાઓ સામે કડક કાર્યવાહીની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.
Site Admin | એપ્રિલ 25, 2025 7:44 પી એમ(PM)
આણંદમાં વર્ષ 2019ના દુષ્કર્મ અને હત્યાના આરોપીને બંને કેસમાં ફાંસીની સજા
