જુલાઇ 10, 2025 7:31 પી એમ(PM)

printer

આણંદમાં આજથી શરૂ થયેલી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલટેનિસ ચેમ્પિયનશિપમાં પહેલા જ દિવસે ખેલાડીઓનું ભવ્ય પ્રદર્શન.

આણંદમાં આજથી શરૂ થયેલી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલટૅનિસ ચેમ્પિયનશિપનો પ્રારંભ થયો. આજે પહેલા દિવસે પોતાની બંને ક્વાલિફાઈન્ગ રાઉન્ડની મૅચો જીતીને સુરતનાં ખેલાડી તક્ષ કોઠારીએ મૅઈન ડ્રૉમાં પ્રવેશ કર્યો છે.
ટુર્નામેન્ટના પ્રથમ દિવસે બે સ્થાનિક ખેલાડી પાર્થ પંજાબી અને આદિત્ય ભારદ્વાજે પણ પોતપોતાની ક્વોલિફાઈંગ મૅચમાં પ્રભાવશાળી દેખાવ કરીને મેઈન ડ્રૉમાં સ્થાન મેળવ્યું. તો અંડર-19 બોય્ઝ કૅટેગરીમાં ગાંધીધામ રેન્કિંગ્સના ડબલ ટાઈટલ વિજેતા રાજકોટના દેવ ભટ્ટે પણ તેની ક્વાલિફાઈંગ મૅચો જીતવામાં ખાસ મહેનત કરવી પડી નહતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.