આણંદ જિલ્લાના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજી, વાસદના એન.એસ.એસ. યુનિટ અને ગુરૂકૃપા રેસિડેન્શિયલ સ્પેશિયલ સ્કૂલ, આણંદના સંયુક્ત ઉપક્રમે “દિવ્યાંગ રાખડી એક્ઝિબિશન એન્ડ સેલ”નું સફળ આયોજન એસવીઆઈટી કેમ્પસ ખાતે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો ઉદ્દેશ રક્ષાબંધન પર્વને સમાવેશ અને સશક્તિકરણના ભાવ સાથે ઉજવવાનો હતો. ખાસ રીતે દિવ્યાંગ કલાકારો દ્વારા હાથેથી બનાવવામાં આવેલી વૈવિધ્યસભર અને સુંદર રાખડીઓના પ્રદર્શન અને વેચાણ દ્વારા તેઓની કળા અને આત્મનિર્ભરતા પ્રત્યે સંસ્થાનો સહયોગ દર્શાવવામાં આવ્યો હતો.
Site Admin | ઓગસ્ટ 3, 2025 3:17 પી એમ(PM)
આણંદના સંયુક્ત ઉપક્રમે “દિવ્યાંગ રાખડી એક્ઝિબિશન એન્ડ સેલ”નું સફળ આયોજન