આજે 4 જાન્યુઆરી એટલે કે વિશ્વ બ્રેઇલ દિવસ છે. પ્રજ્ઞાચક્ષુ લોકો માટે માનવ અધિકારોની સંપૂર્ણ અનુભૂતિમાં સંદેશાવ્યવહારના સાધન તરીકે બ્રેઇલના મહત્વ વિશે જાગૃતિ લાવવા આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ નિમિત્તે રાજ્યમાં વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ-બહેનો માટે અનેક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. તે અંતર્ગત અમદાવાદ સ્થિત સદવિચાર પરિવાર તેમજ સ્વ. રંજનબેન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા “સંવેદનાનો સ્વાદોત્સવ- 2026” નું આયોજન કરાયું છે, જેમાં 51 પ્રજ્ઞાચક્ષુ બહેનો વિવિધ વાનગીઓ તૈયાર કરી પ્રસ્તુત કરશે.
Site Admin | જાન્યુઆરી 4, 2026 5:17 પી એમ(PM)
આજે 4 જાન્યુઆરી એટલે કે વિશ્વ બ્રેઇલ દિવસ..