ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 15, 2025 10:15 એ એમ (AM)

printer

આજે 15 માર્ચે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરાશે

આજે 15 માર્ચે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ એ બધા ગ્રાહકોના મૂળભૂત અધિકારોને પ્રોત્સાહન આપવાની અને તે અધિકારોને આદર અને સુરક્ષિત રાખવા માટે પ્રોત્સાહિત કરવાની તક છે. વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ સૌ પ્રથમ 1983માં મનાવવામાં આવ્યો હતો. આ તારીખ 15 માર્ચ, 1962ના રોજ અમેરિકન સંસદમાં પ્રમુખ જ્હોન એફ. કેનેડીના સંબોધનની યાદમાં પસંદ કરવામાં આવી હતી, જ્યાં તેઓ ઉપભોક્તા અધિકારોને ઔપચારિક રીતે માન્યતા આપનારા પ્રથમ વિશ્વ નેતા બન્યા હતા.
આ વર્ષના વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની થીમ છે, ‘અ જસ્ટ ટ્રાન્ઝિશન ટુ સસ્ટેઇનેબલ લાઇફસ્ટાઇલઝ.’ આ વિષય તમામ ગ્રાહકો માટે સંતુલિત અને તંદુરસ્ત જીવનશૈલીની પસંદગીઓ ઉપલબ્ધ, સુલભ અને વાજબી બનાવવાની તાતી જરૂરિયાતને પ્રતિબિંબિત કરે છે. કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતોના વિભાગે ગ્રાહકોને સશક્ત બનાવવા, ફરિયાદ નિવારણ વ્યવસ્થાને મજબૂત કરવા તથા પારદર્શક અને વાજબી બજારને સુનિશ્ચિત કરવા માટે કેટલીક નવી પહેલો અને નીતિઓ પ્રસ્તુત કરી છે. વર્ષ 2024માં, મુખ્ય વિકાસમાં ઇ-કોમર્સ નિયમનોમાં સુધારો, ડિજિટલ ગ્રાહક સુરક્ષા, ઉત્પાદન સલામતી ધોરણો અને ટકાઉ વપરાશની પહેલનો સમાવેશ થાય છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ