ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 12, 2025 8:20 એ એમ (AM) | સ્વામી વિવેકાનંદ

printer

આજે 12 જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય યુવા દિવસ

આજે 12 જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય યુવા દિવસ છે. ભારતીય સંસ્કૃતિના મહાનાયક સ્વામી વિવેકાનંદના જન્મ દિવસને પ્રતિ વર્ષ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 12 જાન્યુઆરી 1863ના રોજ જન્મેલા નરેન્દ્રનાથને તેમના ગુરૂ સ્વામી રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદ નામ આપ્યું હતું. 30 વર્ષની ઉંમરે અમેરિકાના શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદમાં ઐતિહાસિક વ્યાખ્યાન દ્વારા ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડી દુનિયામાં ભારતનું નામ તેમણે રોશન કર્યું. ઉઠો જાગો અને ધ્યેયને વળગી રહો જેવું સૂત્ર આપનાર અને યુવાનોના પ્રેરણામૂર્તિ સ્વામી વિવેકાનંદને શત શત નમન..
આજના દિવસે રાજ્યમાં અનેક સ્થળોએ તેમજ રામકૃષ્ણ મઠ અમદાવાદ, રાજકોટ, વડોદરા, લીંબડી, પોરબંદર, ભૂજ અને આદિપુરમાં યુવા શિબિર, રેલી ચર્ચા સહિત વિશેષ કાર્યક્રમોનું આયોજન થયું છે.
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે વિકાસિત ભારત યુવા નેતા સંવાદમાં દેશભરના 3 હજાર યુવા નેતાઓ સાથે સંવાદ કરશે.