જાન્યુઆરી 22, 2026 9:26 એ એમ (AM)

printer

આજે સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ અન્વયે મુખ્યમંત્રી નાગરિકોની ફરિયાદોનુ નિવારણ કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ રાજ્ય ‘સ્વાગત’માં ઉપસ્થિત રહી નાગરિકોના પ્રશ્નો-સમસ્યાઓ-રજૂઆતો સાંભળશે. સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો આજે સવારે 8 થી 11 વાગ્યા દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકાશે.