ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 8, 2025 10:22 એ એમ (AM)

printer

આજે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દીવ જ્યારે દક્ષિણ ગુજરાતમાં દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગાહી કરી છે.આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ રહેશે. જ્યારે ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ રહેશે. ગઈકાલે રાજ્યમાં રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદ ખાતે મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.ગઈકાલે રાજકોટ, બોટાદ, અમરેલી જિલ્લામાં હળવા પવન સાથે વરસાદ વરસ્યો હતો. વાતાવરણમાં પલટો થતાં ગરમીથી રાહત મળી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ